JDUના પૂર્વ પ્રમુખ શરદ યાદવનું નિધન થયું છે. તેમની પુત્રીએ આ સમાચારની પુષ્ટિ કરી છે. શરદ યાદવે 75 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. બિહારની રાજનીતિમાં એક અલગ ઓળખ ધરાવતા શરદ યાદવની વિદાયથી સૌ કોઈ શોકમાં ગરકાવ થઈ ગયા છે. તેમની સમાજવાદી રાજનીતિએ તેમને લોકોમાં લોકપ્રિય બનાવ્યા હતા. પરંતુ હવે એ મહાન નેતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું.
Category
🗞
News