જમ્મુ-કાશ્મીરમાં વધારાના 1800 CRPF જવાનો તૈનાત કરાશે, કેન્દ્રનો નિર્ણય

  • last year
રાજૌરી જિલ્લામાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં નાગરિકોની હત્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ વધારાની 18 કંપનીઓ એટલે કે 1800 સૈનિકોને જમ્મુ-કાશ્મીર મોકલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પુંછ અને રાજૌરી જિલ્લામાં સૈનિકોને તૈનાત કરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બે આતંકવાદી ઘટનાઓમાં બે સગીર પિતરાઈ સહિત છ લોકો માર્યા ગયા હતા.