જમ્મુ કાશ્મીરમાં 2 આતંકી ઠાર

  • 2 years ago
કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ દરમિયાન એક બેંક મેનેજરની હત્યા કરનાર આતંકવાદી સહિત લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને મોડી રાત્રે એક એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ શોપિયાંમાં ઠાર માર્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે આ અંગે માહિતી આપી હતી. કાશ્મીર ઝોનની પોલીસે ટ્વીટ કરીને કહ્યું કે માર્યા ગયેલા બંને આતંકવાદીઓ લશ્કર સાથે સંકળાયેલા છે અને તેમની ઓળખ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ ઓપરેશન જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશન હેઠળ કરવામાં આવ્યું હતું.