ગુજરાત ઠંડીથી ઠુઠવાયું: નલિયા ઠંડુંગાર; માઉન્ટ આબુમાં -1 ડિગ્રી

  • 2 years ago
અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થઇ ગયો છે. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ગગડતાં દિવસ દરમ્યાન પણ લોકો ઠુંઠવાયા હતા. કચ્છના નલિયામાં સતત બીજા દિવસે ગાત્રો થીજવતી ઠંડીનો વર્તારો યથાવત જોવા મળ્યો હતો. નલિયામાં સૌથી નીચુ 5.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બીજી તરફ હવામાન ખાતા દ્વારા કચ્છમાં મંગળવારના રોજ કોલ્ડવેવની સ્થિતિ રહેશે તેવી આગાહી કરાઇ છે.

અમદાવાદ શહેરમાં આજે સોમવારે લઘુત્તમ તાપમાન 13.2 ડિગ્રી નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન 26.9 ડિગ્રી નોંધાયું છે. જે હાલની સ્થિતિ મુજબ 2 ડિગ્રી ઓછું તાપમાન છે.

Recommended