રબારી સમાજને ટિકીટ મળે તો તેના માટે અઢારે આલમ તૈયાર: ગેનીબેન

  • 2 years ago
ભાભરના વજાપુર ગામે રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમ સમયે વાવના ધારસભ્ય ગેનીબેન ઠાકોરના નિવેદનનો વિડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયોમાં ધારસભ્ય ગેનીબેન ઠાકોરે રબારી સમાજના કોઈપણ ઉમેદવારને જીતાડવા મદદ કરવાની અપીલ કરી હતી. ગેની બેનનો રબારી સમાજને સમર્થન કરતો વીડિયો વાયરલ થયો હતો. કોંગ્રેસમાંથી રાધનપુરથી રઘુભાઈ રબારી અને બનાસકાંઠાના ડીસાથી ગોવાભાઈ દેસાઈ ચૂંટણી લડશે તેવા ગેનીબેન ઠાકોરે આપ્યા સંકેત. કોંગ્રેસ દ્વારા હજુ એકપણ ઉમેદવારનું નામ જાહેર કરાયું ન હોવા છતાં ગેનીબેન ઠાકોરે ઉમેદવારના નામોના સંકેત આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભાજપ કે કોંગ્રેસ હજુ પણ કોઈ રબારી સમાજના વ્યક્તિને ટીકીટ આપશે તો તેના માટે અમે અઢારે આલમ તૈયાર છીએ.