અંબાણી પરિવારને મારી નાંખવાની અને એન્ટિલિયાને ઉડાવાની ધમકી, બે વાર ફોન

  • 2 years ago
બિઝનેસમેન મુકેશ અંબાણીને કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ શહેર પોલીસે 56 વર્ષના જવેલરી ડિઝાઇનરની ધરપકડ કર્યાના દોઢ મહિના બાદ ફરી એક વખત ધમકી મળી છે. એક જ દિવસમાં બે વખત જાનથી મારી નાંખવાની ધમકીનો ફોન આવતા ચકચાર મચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે બુધવારે સર HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ફરી એક અજાણ્યા વ્યક્તિના બે વખત કોલ આવ્યા હતા.

તેણે હોસ્પિટલ, અંબાણીના અલ્ટામાઉન્ટ નિવાસસ્થાન એન્ટિલિયાને ઉડાવી દેવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે તે અંબાણી પરિવારના કેટલાક સભ્યોને મારી નાંખશે. ફોન કરનારે મુંબઈની રિલાયન્સ હોસ્પિટલને પણ ઉડાવી દેવાની ધમકી આપી હતી. અંબાણી પરિવારના સભ્યોને પણ મારી નાંખવાની ધમકી આપી.

Recommended