Canada: ભગવત ગીતા પાર્કમાં તોડફોડની ભારતે કાઢી ઝાટકણી
કેનેડામાં ભારતીયો વિરુદ્ધ હેટ ક્રાઈમ સાથે જોડાયેલી ઘણી ઘટનાઓ સામે આવી છે. તાજેતરની ઘટનામાં કેનેડાના બ્રામ્પટન શહેરના (Brampton) એક પાર્કમાં તોડફોડની ઘટના સામે આવી છે. આ પાર્ક 'ભગવદ ગીતા પાર્ક' (Bhagvad Gita Park) તરીકે ઓળખાય છે. ભારતે આ ઘટનાની સખત નિંદા કરી છે અને તેને હેટ ક્રાઈમ ગણાવ્યો છે. કેનેડામાં ભારતીય હાઈ કમિશને પોલીસને આ મામલાની તપાસ કરવા અને ગુનેગારોને જલ્દી પકડવાની અપીલ કરી છે.
Category
🗞
News