પુતિને બે યુક્રેની વિસ્તારોને આપી માન્યતા, આજે ચાર શહેરોનું કરશે રશિયામાં મર્જર

  • 2 years ago
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના બે પ્રદેશોની સ્વતંત્રતાને માન્યતા આપી છે. ગુરુવારે મોડી રાત્રે પુતિને રજૂ કરેલા આદેશોમાં આ વાતનો ખુલાસો થયો છે. આદેશ અનુસાર પુતિને ઝાપોરિઝિયા અને ખેરાસન પ્રદેશોની સ્વતંત્રતાને માન્યતા આપી છે. થોડા દિવસો પહેલા ક્રેમલિનના અધિકારીઓએ રશિયાના કબજા હેઠળના યુક્રેનિયન પ્રદેશોમાં મોકલેલા 'જનમત'ના પાંચ દિવસના મતમાં બહુમતીનો દાવો કર્યો હતો. કિવ અને તેના સાથીઓએ આ મતદાનને ગેરકાયદેસર અને દંભી ગણાવ્યું છે. મતદાન ડોનેત્સક, લુહાન્સ્કા, જાપોરિજિયા અને ખેરસાનમાં હાથ ધરવામાં આવ્યું હતું.