ગુજરાત માટે ભાજપના પટારામાં શું-શું હશે? BJP આજે સંકલ્પપત્ર રજૂ કરશે

  • 2 years ago
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ભારતીય જનતા પાર્ટી (BJP) આજે સંકલ્પ પત્ર જાહેર કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પોતાના મેનિફેસ્ટો જાહેર કરી ચૂક્યા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ઘણા મોટા નેતાઓ ગાંધી નગરમાં સવારે 10:30 વાગ્યે કમલમ ખાતે પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કરશે. આ પ્રસંગે સી.આર.પાટીલ, ભુપેન્દ્ર પટેલ, પુરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયાની હાજર રહેશે. ચૂંટણી ઢંઢેરા પહેલા પણ શાસક પક્ષ ભાજપે અનેક વચનો આપ્યા છે. ઉલ્લેખનીય છે કે 5 થી 15 નવેમ્બર સુધી ભાજપે ખાસ અભિયાન ચલાવ્યું હતું અને સોશિયલ મીડિયા દ્વારા લોકોના સૂચન લેવાયા હતા.

બીજી તરફ કોંગ્રેસ અને AAPએ પણ અનેક લોભામણા વચનો આપ્યા છે. કોંગ્રેસે વચન આપ્યું છે કે જો રાજ્યમાં તેમની સરકાર બનશે તો તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને સરદાર પટેલ કરશે. જ્યારે આપે મફત વીજળી, મફત પાણી જેવા વચનો આપ્યા છે. હવે નજર ભાજપના મેનિફેસ્ટો પર છે.

Recommended