સુરેન્દ્રનગરમાં વૃક્ષને રાખડી બાંધવામાં આવી

  • 2 years ago
સુરેન્દ્રનગરમાં અનોખા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. જેમાં વૃક્ષને રાખડી બાંધી છેલ્લા 13 વર્ષથી ઉજવણી કરવામાં આવે છે. તેમાં વઢવાણના પૂર્વ ધારાસભ્ય અને હાલ પ્રદેશ

ભાજપના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી દ્વારા શરૂ કરાયેલ પહેલમાં આજે પણ એની ઉજવણી કરવામાં આવે છે.

વર્ષાબેન દોશી દ્વારા શરૂ કરાયેલ પહેલમાં મહિલાઓ જોડાઇ

સુરેન્દ્રનગરમાં અનોખા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. જેમાં વૃક્ષને રાખડી બાંધી છેલ્લા 13 વર્ષથી ઉજવણી કરવામાં આવે છે. તેમાં વઢવાણના પૂર્વ ધારાસભ્ય અને હાલ પ્રદેશ

ભાજપના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી દ્વારા શરૂ કરાયેલ પહેલમાં આજે પણ એની ઉજવણી કરવામાં આવે છે. જેમાં વૃક્ષને રાખડી બાંધી એક વૃક્ષને વાવવાની પણ મહિલાઓએ નેમ લીધી છે.
સુરજને દાદા, ચાંદાને મામા, નદીને માતા, પર્વતને પિતા કહેવામાં આવે છે તો વૃક્ષને પોતાનો ભાઇ બનાવીએ વૃક્ષ આપણને બધુ જ આપે છે. તો વૃક્ષ પ્રત્યેની આપણી આટલી જવાબદારી

બને છે તેવું આ મહિલાઓએ જણાવ્યુ છે.

મહિલાઓ દ્વારા છેલ્લા 13 વર્ષથી ઉજવણી કરાઇ રહી છે

સુરેન્દ્રનગરમાં સતત 13 વર્ષથી પૂર્વ ધારાસભ્ય મહિલાઓ સાથે સૌથી પહેલાં રાખડી વૃક્ષને બાંધે છે. તેમજ પછી પોતાના લાડકા વીરા ભાઇને બાંધે છે. ગીતો ગાઇ અને ગરબે રમતાં રમતાં

આ અનોખા રક્ષાબંધનને ઉજવવામાં આવે છે. જેમાં વુમન ગ્રુપ, મહિલા મોર્ચો ટીમ, ઇનર વ્હીલ કલ્બ, ઈકો ફ્રેન્ડલી ગ્રુપ, જાયન્ટ ગ્રુપ, ચુંટાયેલા મહિલા સદસ્યો સાથે વઢવાણનું મહિલા

ધુન મંડળ દ્વારા વૃક્ષને રાખડી બાંધી ઉજવણી કરવામાં આવે છે.

Recommended