આડેસરમાં કારમાં બનાવેલ ચોરખાનામાંથી 149 બોટલ દારૂ જપ્ત

  • 2 years ago
રાપર તાલુકાના આડેસર ચેકપોસ્ટ પર આજે રાત્રીના અરસામાં ઈકો સ્પોટ કાર પસાર થઈ રહી હતી ત્યારે, અહીં વાહન ચેકિંગ દરમિયાન આ કારને રોકી તપાસ કરવામાં આવી હતી. આ કારની તપાસ કરતા પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી. આ કારમાં ચોરખાના બનાવી અલગ અલગ જગ્યાએ છુપાવેલ 1 લાખનો દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે કાર, મોબાઈલ મળી રૂપિયા 6.11 લાખના મુદામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી લીધી હતી.

Recommended