800 ફૂટ ઉંડા બોરવેલમાં 70 ફૂટે ફસાયેલ કિશોરીને બચાવી

  • 2 years ago
ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામે બાળકી ટ્યૂબવેલમાં પડી હતી. જેમાં 10 વર્ષની બાળકીને બહાર કાઢવાની કામગીરી કરી બચાવી લેવામાં આવી છે. તેમજ બોરવેલમાં પડેલ બાળકીનું નામ

મનિષા છે. તેમાં બાળકી રમતા રમતા બોરવેલમાં પડી છે. તેથી પોલીસ અને મામલતદારની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

10 વર્ષની બાળકીને બહાર કાઢવાની કામગીરી કરાઇ

ઉલ્લેખનીય છે કે ઘટના સ્થળે મેડિકલ વિભાગની ટીમ પણ હાજર હતી. તથા 800 ફૂટ ઉંડા બોરવેલમાં 70 ફૂટે બાળકી ફસાઇ ગઇ હતી. ત્યારે DYSPએ જણાવ્યું હતુ કે બાળકી સુરક્ષિત છે

અને વાત કરે છે. જરૂરિયાત પ્રમાણે ફાયર અને આર્મી પહોંચી છે. તથા બે-ત્રણ કલાકમાં બાળકી બહાર આવી જશે. તથા કલેકટરે જણાવ્યું છે કે સેના ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. એક્સપર્ટની

ટીમ બચાવ કામગીરી કરી રહી છે. તેમજ મનિષાને ઓક્સિજન અપાઈ રહ્યો છે.