હેન્ડ, ફૂટ એન્ડ માઉથ ડીસિઝ નામનો નવો રોગ જોવા મળ્યો

Sandesh

by Sandesh

1 782 views
અમદાવાદમાં બાળકો પર વધુ એક મોટું સંકટ સામે આવ્યું છે. જેમાં હેન્ડ, ફૂટ એન્ડ માઉથ ડીસિઝ નામનો નવો રોગ જોવા મળ્યો છે. તેમાં નાના બાળકોમાં સૌથી વધુ HFMD ફેલાઈ રહ્યો

છે. કોકસાકી નામના વાયરસથી HFMD થાય છે. જેમાં બાળકોના હાથ-પગ અને મોઢા પર ફોડલીઓ પડે છે તેમજ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ચેપ વધુ ફેલાઈ રહ્યો છે. તથા
મોટા બાળકો અને પુખ્તવયના લોકોમાં પણ રોગ ફેલાઈ રહ્યો છે. જેમાં બાળકોને સાંધાના દુખાવા, હળવો તાવ, ઉબકા, થાક, ઉલટી, ઝાડા, ઉધરસ અને શરીરમાં દુખાવો વધે છે.