Video: વલસાડમાં આધુનિક ટેકનોલોજીએ ઘરમા ચોરી થતા બચાવી

  • 2 years ago
વલસાડમાં ધોળે દહાડે એક બંગલામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે. જેમાં પરિવાર ગતરોજ ફરવા માટે ગયા હતો અને ચોર ત્રાટકયા હતા. તેમાં બંગલાના દરવાજા પર લાગેલું તાળુ

તોડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આધુનિક ટેકનોલોજીના કેમેરાથી બંગલાના માલિકને તેમના મોબાઈલમાં અલર્ટનું અલાર્મ વાગતા તેમણે તેમના મોબાઈલમાં ચેક કરતા મામલો સામે

આવ્યો હતો. તથા બંગલામાં બે શકમંદ ઈસમોને જોઈ લેતા તાત્કાલિક તેમને ત્યાં કામ કરતા કર્મચારીને બંગલા પર મોકલ્યા હતા. જેમાં કર્મચારીને આવતો જોઈ બંને ચોર ત્યાંથી ભાગી

છુટ્યા હતા. તેમાં ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.