દીકરીઓ પણ દીકરાથી કમ નથી હોતી તે વાતને યથાર્થ ઠેરવી રહી છે BSFની મહિલાઓ... દિલ્હીથી નીકળેલી BSFની મહિલાઓની બુલેટ રાઈડ હિંમતનગર પહોંચી હતી.. દીકરીઓ પણ બહાર નીકળે અને પુરુષોની જેમ બાઈક રાઈડ કરે તે માટેનો સંદેશો લઈને આ BSFની મહિલાઓ નીકળી પડી છે. હાલમાં આ મહિલાઓ રોજનુ 290 કિલોમીટરનું અંતર કાપી રહી છે અને આજે હિંમતનગર પહોંચી હતી અને હિંમતનગરથી અમદાવાદ રવાના થઈ હતી.. દિલ્હીથી શરૂ થયેલી મહિલાઓની આ બુલેટ રાઈડ 5280 કિલોમીટરનું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે.. તેઓ દિલ્હીથી ચંદીગઢ બાદમાં અમૃતસર અને ઉદેપુર થઈને હિંમતનગર પહોંચ્યા હતા.. રોયલ એન્ફીલ્ડના પ્રોગ્રામ નિકોલ ઓપરેશન કરી આ 40 યુવતિઓએ 40 રોયલ એન્ફીલ્ડ બુલેટ ભેટ આપ્યા હતા અને આ યુવતિઓ સ્ત્રી સશક્તિકરણનો સંદેશો લઈને નીકળી પડી છે.
Category
🎮️
Gaming