રાજકોટ શહેર પોલીસ દ્વારા આત્મનિર્ભર નારી સ્ટુડિયો અને તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું

  • 4 years ago
રાજકોટ શહેર પોલીસ દ્વારા આત્મનિર્ભર નારી સ્ટુડિયો અને તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું

ગુજરાત રાજ્યમાં પ્રથમવાર રાજકોટ શહેર પોલીસ દ્વારા આત્મનિર્ભર નારી સ્ટુડિયો અને તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર પોલીસની કલ્યાણકારી પહેલ, પોલીસકર્મીઓના પરિવારજનોને લાભદાયક રોજગારી પૂરી પાડવા માટે અને મહિલાઓને આર્થિક સશક્તિકરણમાં લાંબા ગાળે મદદરૂપ થાય તે ઉદેશથી આ તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સાહેબે જણાવ્યું હતું કે મહિલા પોલીસકર્મીઓ પોતાના ફ્રી ટાઈમની અંદર સ્વૈચ્છાએ કંઈક કરવા માંગતી હતી. જેથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. પહેલા 2 મહિના મહિલાઓને તાલીમ આપવામાં આવી હતી. જેથી તેઓ આત્મનિર્ભર બની શકે.
તાલીમાર્થીઓની બીજી બેચને ટૂંક સમયમાં તાલીમ આપવામાં આવશે
આત્મનિર્ભર નારી સ્ટુડિયોનો ઉદ્દેશ છે કે તેમને બ્યુટી પાર્લરમાં આપવામાં આવતી વિવિધ સેવાઓની તાલીમ આપવી. આ ક્ષેત્રના નામાંકિત વ્યક્તિઓ દ્વારા 10 મહિલાઓએ પ્રારંભિક 2 મહિનાની તાલીમ લીધી હતી અને ગ્રાહકોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને હાલમાં આત્મનિર્ભર નારી સ્ટુડિયો સંભાળી રહી છે. તાલીમાર્થીઓની બીજી બેચને ટૂંક સમયમાં તાલીમ આપવામાં આવશે. મહત્વનું છે કે આર્થિક સશક્તિકરણ ઉપરાંત આ પહેલથીએ મુદ્દો સાબિત થયો છે. કે જો આજની મહિલાઓને યોગ્ય તક આપવામાં આવે તો તે મહાન ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે.

Category

🗞
News

Recommended