સેલ્ટોસ પછી કિઆની નવી MPV કાર્નિવલ લોન્ચ

  • 4 years ago
ઇન્ડિયન માર્કેટમાં કિઆ સેલ્ટોસને શાનદાર રિસ્પોન્સ મળ્યા બાદ સાઉથ કોરિયન કંપની કિઆ મોટર્સે તેની નવી કાર કિઆ કાર્નિવલ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી દીધી છે કંપનીએ ઓટો એક્સપો 2020ના પહેલા દિવસે જ તેને લોન્ચ કરી દીધી છે

કિંમત
કાર્નિવલ કાર ત્રણ ઓપ્શન 7, 8 અને 9 સીટર ઓપ્શનમાં અવેલેબલ છે કિઆ કાર્નિવલના ત્રણ વેરિઅન્ટ્સ પ્રીમિયમ, પ્રેસ્ટિજ અને લિમોઝિન રજૂ કરવામાં આવ્યાં છે આ કારનાં પ્રીમિયમ વેરિઅન્ટની એક્સ શો રૂમ કિંમત 2495 લાખ રૂપિયા, પ્રેસ્ટિજ વેરિઅન્ટની કિંમત 2895 લાખ રૂપિયા અને લિમોઝિન મોડેલની એક્સ શો રૂમ કિંમત 3395 લાખ રૂપિયા છે

બુકિંગ
અત્યાર સુધી આ કારના 3500 યૂનિટ્સ બુક થઈ ગયાં છે આ કાર કંપનીની સોનેટ કોન્સેપ્ટ કાર પર આધારિત છે આ કાર લોકલ માર્કેટમાં વર્ષ 2020ના અંતમાં લોન્ચ થઈ શકે છે

ફીચર્સ
કિઆ કાર્નિવલમાં પાછળની સીટમાં બેઠેલા પેસેન્જર્સ માટે 101 ઇંચની નવી એન્ટરટેઇનમેન્ટ સ્ક્રીન આપવામાં આવી છે, જેને મોબાઇલ એપ દ્વારા ઓપરેટ કરી શકાશે આ કારની યુએસપી તેનું એક્સ્ટ્રાવેજન્ટ ડબલ સનરૂફ, ટચ એન્ડ રિમોટ સપોર્ટ સ્લાઇડિંગ ડોર અને એપ કનેક્ટેડ સ્ટાર્ટ ફીચર છે

ઇન્ટિરિયર
આ કારમાં પ્રીમિયમ વોઇસ કમાન્ડ ફીચર્સ, સ્લાઇડિંગ સીટ, સેકંડ-થર્ડ રોમાં એવરેજ થાઇ સપોર્ટ, ફોર્થ રો બાળકો પ્રમાણે, લેપટોપ ચાર્જિંગ પોઇન્ટ, આર્મ રેસ્ટ, શોલ્ડર સપોર્ટ, LED હેડલેમ્પ, ટ્રાઇન ઝોન ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, વન ટચ સ્લાઇડિંગ ડોર, વેન્ટિલેટેડ સીટ, અનેક રીતે સીટ એડજસ્ટમેન્ટ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ વિથ UVO કનેક્ટેડ ફીચર્સ, સ્માર્ટ પ્યોર એર વેન્ટ, પરફ્યૂમ ઓપ્શન, નેવિગેશન એન્ડ મેપ્સ, વન બટન ટેમ્પરેચર કન્ટ્રોલ, વાયરલેસ ચાર્જિંગ, મેપલ લેધર રિક્લાઇનિંગ સીટ આપવામાં આવી છે

એક્સટિરિયર
વેલ બેલેન્સ્ડ બોક્સી લુક, લીનિયર ડિઝાઇન, સિગ્નેચર ગ્રિલ, ઓટોમેટિક બૂટ સ્પેસ ઓપનિંગ અને ક્રોમ ફિનિશ આપવામાં આવ્યું છે

એન્જિન
આ ગાડીમાં BS-6 એમિશન નોર્મ્સ અનુસાર 22 લિટરનું CRDi ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે આ કાર 197bhp પાવર સાથે 440Nm ટોર્ક જનરેટ કરે છે કંપનીએ આ એન્જિનને 8 સ્પીડ સ્ટેપટ્રોનિક ટ્રાન્સમિશન સાથે રજૂ કરી છે, જે ફ્રંટ વ્હીલ્સને પાવર સપ્લાય કરે છે ઇન્ડિયન માર્કેટમાં આ કારની ટક્કર ટોયોટા ઈનોવા સાથે થશે

Recommended