ડાકોર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના મેડિકલ ઓફિસર સાથેદર્દી સાથે આવેલા લોકોએ ઝપાઝપી કરી હુમલો કર્યાનો આરોપ. ગત રાત્રે પાવાગઢ જવા નીકળેલા સંઘની 2 મહિલાને બાઈક ચાલકે ટક્કર મારી હતી. જેમાં બંને મહિલા સહિત બાઈકચાલક પણ ઘાયલ થયો હતો. બંને મહિલા અને બાઈકચાલકને 108 મારફતે હોસ્પિટલ લઈ જવાતી વખતે દર્દીના પરિજનો રોષે ભરાયા. પરિજનોની માગ હતી કે, 108માં માત્ર મહિલાઓને જ લઈ જવામાં આવે. બાદમાં ઘાયલ મહિલાઓને ખાનગી વાહનમાં હોસ્પિટલ લઈ જવાઈ હતી. હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોક્ટરે બાઈક ચાલક ગંભીર હોવાથી તેની પહેલા સારવાર કરતા મહિલાઓના સગા ઉશ્કેરાયા હતા. ડોકટરે મહિલાની સારવાર અન્ય સ્ટાફ કરશેનું કહેતા મેડિકલ ઓફિસર સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. ડૉક્ટરે 15 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 3 આરોપીને ઝડપી લીધા છે.
Category
🗞
News