મુખ્યમંત્રીના પરિપત્રનો પાટનગર ગાંધીનગરમાં જ સત્યનાશ વળ્યો. ધોમધખતા તાપમાં શ્રમિકો પાસે કામ ન લેવાની સંવેદના માત્ર કાગળ પર જોવા મળી. જુના સચિવાલયમાં શ્રમિકો ધોમધખતા તાપમાં કામ કરતા જોવા મળ્યા. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગની સીધી દેખરેખ હેઠળ ચાલે છે કામ. જુના સચિવાલયના રિ ડેવલપમેન્ટ ના કામમાં શ્રમયુકતના પરિપત્રનો ભંગ
જામનગરમાં ફાયર સ્ટેશન ખાતે ભર બપોરે કામ કરતા જોવા મળ્યા શ્રમિકો. મહાપ્રભુજી બેઠકથી ઠેબા બાયપાસ નજીક નિર્માણાધીન સાઈટ પર નિયમોનો ભંગ. શ્રમિકો પાસે ધોમધખતા તાપમાં મજૂરી કામ કરાવવામાં આવતું હતું. એબીપી અસ્મિતાનો કેમેરો જોતા જ સાઈટ પર સુપરવાઈઝરે તાત્કાલિક કામ બંધ કરાવાયું.
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સરકારી પરિપત્રનો સરેઆમ ઉલાળીયો જોવા મળ્યો. 42 ડિગ્રી તાપમાનમાં નાવલી નદી પર રિવરફ્રંટની કામગીરી ચાલી રહી છે. અને 50થી વધુ મજૂરો આકરા તાપમાં કામ કરતા પડ્યા નજરે પડ્યા.
આણંદના ઉમરેઠમાં ભરબપોરે શ્રમિકો પાસે કરાવાઈ કાળી મજૂરી. GUDC તરફથી પાંચ લાખ લીટર પાણીની ટાંકીના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. પણ બપોરના ત્રણ વાગ્યે અંગ દઝાડતી ગરમીમાં કામદારો કામ કરતા કેમેરામાં કેદ થયા.

Category
🗞
News