Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
ગોધરા સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોને રાખવા માટેનો કોલ્ડ રૂમ છેલ્લા એક વર્ષથી છે બંધ હાલતમાં. જેને લઈ મૃતકના પરિજનોને પડી રહી છે ભારે હાલાકી. કોલ્ડ રૂમમાં એક સાથે 7 મૃતદેહ રાખી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ કોલ્ડ રૂમ શરૂ કર્યાના થોડા જ દિવસોમાં શોર્ટ-સર્કિટના કારણે આગ લાગી હતી. ત્યારબાદ ટેકનિકલ ખામીના કારણે કોલ્ડ રૂમ બંધ કરવું પડ્યું. છેલ્લા એક વર્ષથી કોલ્ડ રૂમને તાળું લગાવી દેવાયું છે. મૃતદેહોને કોલ્ડ રૂમમાં રાખવા માટે વડોદરા મોકલવામાં આવી રહ્યા છે. રેલવે પોલીસને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમ કે, ટ્રેનની અડફેટે અને ચાલુ ટ્રેનમાંથી પડીા જવાના કારણે મૃત્યુના કિસ્સામાં મૃતદેહને રાખવા માટે રેલવે પોલીસને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. ગોધરા સિવિલ હોસ્પિટલમાં બંધ કોલ્ડ રૂમને વહેલી તકે શરૂ કરવાની માગ થઈ રહી છે. આ તરફ ગોધરા સિવિલના ઈન્ચાર્જ RMOનું કહેવું છે કે, કોલ્ડ રૂમને શરૂ કરવા માટે એક લાખથી વધુનો ખર્ચ કરવાનો હોવાથી ગાંધીનગરથી મંજૂરી માગી છે. મંજૂરી મળ્યા બાદ સમારકામ કરી કોલ્ડ રૂમને ફરી શરૂ કરાશે.

Category

🗞
News

Recommended