ખેડાના ઠાસરામાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીનો પર્દાફાશ. ઠાસરાની શાળાઓમાં આરોગ્યની ચકાસણી ન કરાઈ. વર્ષ પૂરું થયું છતા પણ આરોગ્ય વિભાગે હેલ્થ કેમ્પ પણ ન યોજ્યો. મગલ ભુલાના મુવાડા પ્રાથમિક શાળાની શિક્ષિકા રજૂઆત કરવા જ્યારે આરોગ્ય કેન્દ્રમાં ગઈ તો ડૉક્ટરે ગેરવર્તન કર્યું. શાળાના મુખ્ય શિક્ષક અનિલ સુથારે માગ કરી કે, આરોગ્યની ચકાસણી ન કરનાર મેડિકલ ઓફિસર સામે કાર્યવાહી કરવામાં આવે. શિક્ષિકાના આરોપો બાદ એબીપી અસ્મિતાની ટીમ ડોક્ટર વસીમ પાસે પહોંચી. પહેલા તો ડોક્ટરે ગોળ ગોળ જવાબ આપ્યા બાદમાં ચાલતી પકડી.
Category
🗞
News