રીલના ચક્કરમાં અમદાવાદની ફતેવાડી કેનાલમાં ડુબેલા ત્રણ મિત્રોના મોતના મામલે થયો છે મોટો ખુલાસો. એમ ટ્રાફિક પોલીસે મૃતકના મિત્ર રૂદ્ર સોલંકી, હૃદય વાર્યતા અને ધ્રુવ સોલંકીના નોંધ્યા નિવદેન. જેમના નિવેદનમાં ખુલાસો થયો છે કે સાત જેટલા મિત્રોએ રીલ્સ બનાવવા અને તસવીરો ખેંચાવા માટે સ્કોર્પિયો કાર ભાડે લીધી હતી. ઉંમર નાની હોવાથી અને લાયસન્સ ન હોવાથી મિત્રોએ મૌલિક જાવેરાના નામે કાર ભાડે લીધી હતી. જો કે મૌલિક આમાથી કોઈનો મિત્ર નહોતો. રૂદ્ર અને હૃદયના એક મિત્રએ મૌલિકનો સંપર્ક કરાવ્યો હતો. બાદમાં ચાર કલાકના 3500 રૂપિયામાં સ્કોર્પિયો કાર ભાડે કરી હતી. કાર લેવા માટે મૌલિક, રૂદ્ર સોલંકી, હૃદય વાર્યતા અને ધ્રુવ સોલંકી એક સાથે જ ગયા હતા. જે ચારેય સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા. રૂદ્ર સોલંકી કાર ચલાવીને વસ્ત્રાપુરથી ફતેવાડી સુધી લાવ્યો હતો. જેમાં તેની સાતે હૃદય, ધ્રુવ સોલંકી અને વિરાજસિંહ સોલંકી હતા. બાદમાં કાર યશ સોલંકીને આપી હતી. જો કે યશ સોલંકીથી કાર ન ચાલતી હોવાથી યક્ષ ડ્રાઈવિંગ સીટ પર બેઠો હતો. જે બાદ હેન્ડબ્રેક ન ખુલતા યક્ષે એક્સિલેટર પર પગ મુક્યો અને દુર્ઘટના સર્જાય.
Category
🗞
News