ચીનમાં કોરોનાનો હાહાકાર, રોજના 1 કરોડ કેસથી વધી ચિંતા

  • 2 years ago
ચીનના શાંઘાઈ અને ઝેંજિયાંગમાં કોરોનાના કેસ વધુ ઝડપથી વધી રહ્યા છે. ઝેજિયાંગમાં રોજના 10 લાખ કેસ આવી રહ્યા છે જેના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આ સિવાય દેશની વાત કરીએ તો અહીં કોરોનાના પેટા પ્રકારમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ સિવાયના સમાચારમાં અમદાવાદના સ્વામીનારાયણ મહોત્સવમાં લોકો માસ્ક વિના ફરતા જોવા મળ્યા હતા. નગરમાં સતર્કતા ન હોવાનો પુરાવો. અહીં કોરોનાની દહેશત વધુ જોવા મળી છે. આ સિવાય રાજકોટમાં છેલ્લા 10 દિવસથી આરોગ્ય કેન્દ્ર પર વેક્સિનની અછત જોવા મળી રહી છે. આ સિવાય અહીં શાળામાં પણ બીમાર વ્યક્તિને અલગ બેસાડવામાં આવી રહ્યા છે અને સાથે જ અહીંની શાળામાં માસ્ક પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Recommended