ભરૂચ બેઠક: અહેમદ પટેલની પુત્રી મુમતાઝે મતદાન કર્યું,કહ્યું- ગુજરાતમાં પરિવર્તન જરૂરી છે

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાની ચૂંટણીના મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતની 89 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાયું છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના આ પહેલા તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં જંગ માટે ઉતર્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે લોકો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. ત્યારે અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે ઉત્સાહથી મતદાન કર્યું છે. કોંગ્રેસના દિવંગત વરિષ્ઠ નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે ભરૂચના અંકલેશ્વરમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો છે.

Recommended