VIDEO:તાલિબાનમાં વિરોધ કરી રહેલી મહિલાઓ પર ફાયરિંગ, હિજાબ પકડીને ખેંચી

  • 2 years ago
અફઘાનિસ્તાનના કાબુલમાં એક શિક્ષણ કેન્દ્રમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં અનેક વિદ્યાર્થીઓના મોતના વિરોધમાં પશ્ચિમ અફઘાનિસ્તાનના હેરાતમાં રવિવારે મહિલા વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી. આ રેલી જેવી હેરાત યુનિવર્સિટીથી પ્રાંતીય ગવર્નરની ઑફિસે પહોંચી ત્યારે હેરાત યુનિવર્સિટીના પ્રદર્શનકારીઓએ 'નરસંહાર બંધ કરો' અને 'શિક્ષણ એ અમારો અધિકાર છે'ના સૂત્રોચ્ચાર કર્યા હતા અને રસ્તાઓ અસંખ્ય પ્રદર્શનકારીઓથી ઉભરાયા હતા. બાદમાં તાલિબાનીઓએ તેમને અટકાવી, વિખેરી પ્રદર્શનકારીઓના જૂથને ગવર્નરની ઓફિસમાં પ્રવેશતા અટકાવ્યા હતા. શનિવારે કાબુલમાં વિસ્ફોટોમાં બચી ગયેલી યુવતીઓ સહિત અન્ય છોકરીઓએ પણ પ્રદર્શન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર આ હુમલામાં ઓછામાં ઓછા 35 લોકો માર્યા ગયા અને 82 લોકો ઘાયલ થયા. પીડિતોમાં મોટાભાગની શિયા હજારા સમુદાયની છોકરીઓ હતી.