PFI પર ફરી એકશન, NIAનો ગુજરાતમાં સપાટો

  • 2 years ago
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય એજન્સીઓએ ફરી એકવાર દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે.પ્રાથમિક માહિતી અનુસાર આજના દરોડાના બીજા રાઉન્ડના દરોડા કહેવામાં આવી રહ્યા છે. દેશભરમાં PFIના 30 સ્થળો પર દરોડા પાડયા છે. ત્યારે NIAના ઈનપુટ પર ગુજરાત સહિત 8 રાજ્યોમાં દરોડા પાડ્યા છે. ગુજરાત ATS અને NIA એ 15 શખ્સને દબોચ્યા છે. અમદાવાદ, સુરત, બનાસકાંઠાથી 15 લોકોને ઝડપી પાડ્યા છે. PFI ગુજરાતમાં સક્રિય નથી તેનો રાજકીય પક્ષ SDPI છે.