બિહારમાં ફરી 'જંગલરાજ'નો નીતીશ સરકાર પર આરોપ: દુરંતો એક્સપ્રેસમાં બંદૂકની અણીએ લૂંટ

  • 2 years ago
દિલ્હી-કોલકાતા દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાં રવિવારે લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 20થી વધુ સશસ્ત્ર લૂંટારાઓ કથિત રીતે ટ્રેનમાં ચઢ્યા હતા. તેઓએ કથિત રીતે ગન પોઈન્ટ પર ઘણા મુસાફરોને લૂંટ્યા હતા. અંદાજે 20 સશસ્ત્ર લૂંટારાઓ ટ્રેનની છ-સાત બોગી પર ચઢી ગયા હતા અને હથિયારોના આધારે ત્યાં હાજર મુસાફરોને લૂંટી લીધા હતા.