વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો

  • 2 years ago
અમદાવાદીઓને નવરાત્રિમાં બે ભેટ સરકાર તરફથી મળવા જઇ રહી છે. જેમાં એક મેટ્રો ટ્રેન જેના બે રૂટ પ્રથમ નવરાત્રિએ શરૂ થઇ જશે. તથા અમદાવાદ-મુંબઈ વચ્ચે સેમી હાઇસ્પીડ ટ્રેન

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળશે. દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નવરાત્રિમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી થાય એની તૈયારીના ભાગરૂપે આજે સવારે કાલુપુર રેલવે

સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો.

આ ટ્રેનનું ભાડું તેજસ કરતા ઓછું રહેશે

ઉલ્લેખનીય છે કે અમદાવાદ-મુંબઈનું વચ્ચેનું 491 કિમીનું અંતર આ ટ્રેન 6 કલાકમાં પૂરું કરશે. તેમજ ટ્રેનમાં ચેરકાર અને એક્ઝિક્યુટિવ ચેરકાર સીટ હશે. તથા આ ટ્રેનનું ભાડું શતાબ્દીથી

સામાન્ય વધુ અને તેજસ કરતા ઓછું રહેશે. ટ્રેનને 130 કિમીની ઝડપે દોડાવીને ટ્રાયલ રન કરવામાં આવ્યો છે. ટ્રાયલ રન દરમિયાન વડોદરા સ્ટેશન પર હોલ્ટ લીધા બાદ સીધી મુંબઈ

ખાતે આ ટ્રેન ઊભી રહેશે.

સુરત ખાતે આ ટ્રેનનું કોમર્શિયલ સ્ટોપેજ અપાયું

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 180થી 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે. આજે ટ્રાયલ સફળ થયા બાદ નવરાત્રિમાં આ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થાય

એવી પૂરી શક્યતા છે. આરામદાયક સુવિધાથી સજ્જ આ વંદે ભારત સપ્તાહમાં 6 દિવસ દોડશે. અમદાવાદ- મુંબઈનું ભાડું રૂ.3500 હશે. અમદાવાદથી સવારે 7.25 વાગે ઊપડી બપોરે

13.30 વાગે મુંબઈ પહોંચશે, જ્યારે મુંબઇથી આ ટ્રેન બપોરે 14.40 વાગે ઊપડી રાતે 21.05 વાગે અમદાવાદ પહોંચશે. સુરત ખાતે આ ટ્રેનનું કોમર્શિયલ સ્ટોપેજ અપાયું છે.

Recommended