વડોદરામાં રસ્તા ખાડે ગયા,વાહન ચાલકો અટવાયા

  • 2 years ago
એક તરફ ઉત્સવ પ્રિય નગરીમાં ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ ચોમાસાના પગલે રોડો ધોવાતા શ્રીજીની સ્થાપના સવારીઓને લઈ જવી પણ ગણેશ મંડળો માટે પેચીદો પ્રશ્ન બન્યો છે

વડોદરા શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદ બાદ મહત્તમ રસ્તાઓનું ધોવાણ થઈ ગયું હતું જેને પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા અને કમરના દુખાવા સહિત વાહનોના મેન્ટેનન્સમાં પણ માકબર ખર્ચ આવતો હોવાની બુમો ઉઠી હતી તો બીજી તરફ રોડ રસ્તા ધોવાતા ની ફરિયાદો મળતા જ કોર્પસ અને તંત્ર એક્શન માં આવ્યું હતું અને ખાડાવાળા રોડ ઉપર પુરાણની કામગીરી હાથ ધરી હતી.