ઇટાલિયન ચશ્મા ઉતારીને ભારતીય ચશ્મા પહેરોઃ વાઘાણી

  • 2 years ago
નતાશા શર્માના ટ્વિટ પર જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે. જેમાં જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે ખેલાડી માત્ર રમવા જાય તો પણ ગર્વની વાત છે. ખેલાડીઓ આ નિવેદનનો જવાબ

આપશે. તથા આવી નિંદનીય ઘટનાને વખોડુ છું. તેમજ ઇટાલિયન ચશ્મા ઉતારીને ભારતીય ચશ્મા પહેરો. તથા ગુજરાત કોંગ્રેસે આનો જવાબ આપવો પડશે.

ઇટાલિયન ચશ્મા ઉતારીને ભારતીય ચશ્મા પહેરોઃ વાઘાણી

ઉલ્લેખનીય છે કે નતાશા શર્માએ ટ્વિટ કરી ગુજરાતના ખેલાડીઓનું અપમાન કર્યું હતુ. તેના સંદર્ભે જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે 2022માં કોંગ્રેસની હાર નિશ્ચિત છે. તથા
ભાગ લેનાર ખેલાડી માટે આપડે એક ગૌરવની વાત છે. તથા કોંગ્રેસ ખેલાડીઓ પર આક્ષેપ કરતા જીતુ વાધાણી કહ્યું કે પહેલા ગ્રામ્ય કક્ષા કોંગ્રેસ જીતીને બતાવે. કોંગ્રેસને ખાલી બોલવું

ખબર પડે છે આ રીતની નિમન કક્ષા વખોડું છું. તથા કોંગ્રેસ ગુજરાતની અસ્મિતાને બદનામ કરવાનું કામ કરે છે.

રમત ગમત મંત્રીએ ટ્વિટ કરી કોંગ્રેસ નેતાનો લીધો ઉધડો

હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને કોંગ્રેસ નેતા પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, ખેલાડીઓનું અપમાન બંધ કરવું જોઇએ. દેશના ખેલાડીઓ 61 મેડલ જીત્યા છે અને તેમની સખ્ત મહેનતનું આ

પરિણામ છે. અને જો વાત ગુજરાતની કરવામાં આવે તો કોમનવેલ્થ ગેમ્સમાં 5 મેડલ ગુજરાતીઓએ જીત્યા છે.