RBIનો નિર્ણય, ભારતીય રૂપિયામાં થશે ઈન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટ

Sandesh

by Sandesh

253 views
હવે રૂપિયો પણ ડોલરની લાઈનમાં આવીને ઉભો રહી જાય તે દિશામાં ભારતીય રિઝર્વ બેંકે મોટો નિર્ણય લીધો છે. હકીકતમાં રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ ઈન્ટરનેશન ટ્રેડ સેટલમેન્ટ માટે ભારતીય રૂપિયાના ઉપયોગ કરવાને મંજૂરી આપી દીધી છે. RBIએ કહ્યું છે કે, વૈશ્વિક સ્તર પર થનારા વેપારના બદલામાં રૂપિયામાં પેમેન્ટ સ્વીકારવામાં આવશે. એક્સપોર્ટમાં ભારતીય રૂપિયાના ઉપયોગથી ગ્લોબલ ટ્રેડિંગમાં રૂપિયાનું વર્ચસ્વ વધવાથી રૂપિયામાં મજબૂતી આવશે.