માતાના મઢ: વર્ષ 1997માં નાસાએ મંગળ ગ્રહ પર પાથ ફાઈન્ડર રોબોટ મોકલીને ત્યાંના લાલ ખડકોનું પૃથ્થકરણ કર્યું હતું જેમાં માલૂમ પડ્યું હતું કે, ત્યાં ખૂબ માત્રામાં કિરણોત્સર્ગી પ્રક્રિયા થઈ રહી છે તે અગાઉ મંગળ ગ્રહનો જેના થકી લાલ રંગ છે તેવા ખડકો દહેરાદૂન સ્થિત વાડીયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજીએ માતાના મઢ નજીક જ શોધી કાઢ્યા હતા ભૂકંપ બાદ કચ્છમાં આવેલી આ સંસ્થાની કેટલીક ટીમો પૈકીની એક ટીમે માતાના મઢ વિસ્તારની મુલાકાત લીધી હતી તેમણે અહીંના વિસ્તારમાં લાલ પથ્થર હાઈડ્રોક્સ સલ્ફેટ મળી આવ્યા હતા જેનો અહેવાલ અમેરિકાની જીઓલોજી સંસ્થામાં પ્રસિધ્ધ થયા હતા ત્યારબાદ 2010માં નેચર ઈન્ડિયામાં આ અંગેની માહિતી પ્રસિધ્ધ થઈ રહી હતી માતાના મઢ તેમજ લખપત તાલુકાના અમુક વિસ્તારમાં પથરાયેલા ખડકોમાં કેલ્શિયમ બેરિંગ મીના માઈટ અને નાઈટ્રો એલ્યુનાઈટના સફેદ, પીળા, લાલ તથા ક્રિમ કલરના છે
Category
🥇
Sports