• 5 years ago
મોડાસા:સાયરા (અમરાપુર)ની 19 વર્ષીય યુવતીના અપહરણ, દુષ્કર્મ અને હત્યાના રાજ્યભરમાં ભારે પડઘા પડ્યા હતા ત્યારે આ મામલે સીઆઈડી ક્રાઈમની SIT(સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)એ મુખ્ય આરોપી બિમલ ભરવાડના નાર્કો ટેસ્ટ કરવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી નિર્ભયા કાંડના બે આરોપીઓ બિમલ ભરવાડ અને દર્શન ભરવાડે મોડાસા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરતા કોર્ટે જામીન અરજીની ગુરુવારે સુનવણી હાથ ધર્યા બાદ જામીન અંગે 11 માર્ચે સુનાવણી હાથ ધરવામાં આવશે જણાવી મુદત પાડી હતીમુખ્ય આરોપીના નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે સીઆઈડીએ કોર્ટમાં અરજી કરી :DYSP અશ્વિન પટેલ
19 વર્ષીય યુવતીના અપહરણ,ગેંગ રેપ અને હત્યાના ચકચારી કેસની તપાસ 19 જાન્યુઆરીથી સીઆઈડી ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમારના નેતૃત્વમાં એસપી વીરેન્દ્ર યાદવ, ડીવાયએસપી અશ્વિન પટેલ સહિતની SIT ટીમ કરી રહી છે આ કેસનો મુખ્ય આરોપી બિમલ ભરતભાઈ ભરવાડ તપાસમાં સહકાર આપતો ન હોવાથી નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હોવાનું ડીવાયએસપીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કોર્ટ બિમલ ભરવાડના નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે મંજૂરી આપે તેના પર સૌની નજર છે3 આરોપી ઝડપાયા છે જ્યારે એક હજુ ફરાર19 વર્ષીય કોલેજિયન યુવતીના અપહરણ, ગેંગરેપ અને હત્યાના ચકચારી કેસમાં 4 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો જેમાં ૩ આરોપીઓએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં સરન્ડર કર્યું હતું જ્યારે સતિશ ભરવાડ નામનો આરોપી સીઆઈડી અને પોલીસતંત્રની પકડથી દૂર છે પકડાયેલા ત્રણેય આરોપીઓ હાલ સબ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તેમાંથી બિમલ ભરવાડ અને દર્શન ભરવાડે રેગ્યુલર જામીન મેળવવા અરજી દાખલ કરી હતી જેની આજે ગુરુવારે સુનાવણી નામદાર કોર્ટે હાથ ધરી હતી જામીન અરજી સંદર્ભે વધુ સુનાવણી 11 માર્ચે હાથ ધરવા મુદ્દત પાડી હતી એડવોકેટ કેવલસિંહ રાઠોડ પીડિતોના પક્ષે નામદાર કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા સમગ્ર મામલાની તપાસનો પરિવારજનો અને કેવલસિંહ રાઠોડે સંતોષ હોવાનું જણાવ્યું હતું

Category

🥇
Sports

Recommended