• 5 years ago
ગાંધીનગર:દેશભરમાં કોરોના વાઈરસના ડરના કારણે લોકોમાં ફફડાટ છે ત્યારે હજારોની સંખ્યામાં મહિલાઓ વિધાનસભાની મુલાકાત લે છે અંદર પ્રવેશવા માટે પોલીસે તેમનું ચેકિંગ કરે છે પંરતુ એરપોર્ટની માફક તેમનું સ્કિનિંગ કરવામાં આવતું નથી ઉપરાંત તેમને સાવચેતીના ભાગરૂપે માસ્ક પણ અપાતા નથી આ મામલે પાટણના ધારાસભ્યએ વિધાનસભા અધ્યક્ષને પત્ર લખી માસ્ક આપવા વિનંતી કરી છે
વિધાનસભામાં મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓ
વિધાનસભાની મુલાકાત માટે રોજ હજારો મહિલાઓ આવી રહી છે ત્યારે આ વિધાનસભામાં મંત્રીની ઓફિસ, અન્ય સનદી અધિકારી પણ હાજર છે જ્યારે સત્ર ચાલતુ હોવાથી ધારાસભ્યો પણ વિધાનસભામાં હાજરી આપે છે ત્યારે વિધાનસભામાં કોરોના વાઈરસ સામે સાવચેતી કે નિવારણની કોઈ વ્યવસ્થા નથી
ગુજરાતમાં વિદેશથી આવેલા 1582 લોકોનું સ્ક્રીનિંગ, 25ના લેબ ટેસ્ટ
તમામ એરપોર્ટ ઉપર દરેક પ્રવાસીનું સ્ક્રીનિંગ થશે તમામ મેડીકલ કોલેજોમાં આઈસોલેશન વોર્ડ ઊભા કરાયા 104 ફિવર હેલ્પ લાઈન પર હવે કોરોના વાઈરસની માહિતી પણ અપાશે એર લાઈન્સને પણ સૂચના આપી કે કોઈપણ યાત્રીને શરદી હોય તો તરત જણાવો

Category

🥇
Sports

Recommended