બીગ બજારમાં ફુગવાળા 26 કિલો શાકભાજી અને બાલાજી સેન્ડવીચમાં 64 કિલો અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરાયો

  • 4 years ago
રાજકોટ:રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 150 ફૂટ રીંગ રોડ પર આવેલા બીગ બજાર અને બીગ બજારના કમ્પાઉન્ડમાં આવેલી બાલાજી સેન્ડવીચ નામની દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બીગ બજારમાં ફુગવાળા 26 કિલો શાકભાજી અને વાસી ફળો મળી આવ્યા હતા જ્યારે બાલાજી સેન્ડવીચમાં 64 કિલો અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવી હતી આ તમામ ચીજવસ્તુઓનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો સાથે જ ફૂડ લાયસન્સ રીન્યુ કરવા નોટિસ પણ પાઠવી છે

Category

🥇
Sports

Recommended