દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં યુવકે ફાયરિંગ કર્યું, પોલીસે કસ્ટડીમાં લીધો

  • 5 years ago
દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું દિલ્હી પોલીસે તે યુવકને કસ્ટડીમાં લીધો છે તેની પૂછપરછ ચાલુ છે છેલ્લા દોઢ મહિનાથી CAA વિરુદ્ધ શાહીન બાગમાં પ્રદર્શન થઇ રહ્યું છે આ પહેલા દિલ્હીના જામિયા વિસ્તારમાં આ કાયદા વિરુદ્ધ રેલી કરી રહેલા વિદ્યાર્થીઓ પર એક સગીરે ફાયરિંગ કર્યું હતું તેમાં એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો ત્યારબાદ પોલીસે તે સગીરની ધરપકડ કરી હતીદિલ્હી પોલીસ તરફતી DCP ચિન્મય બિસ્વાલે કહ્યું કે તે વ્યક્તિએ હવામાં ફાયરિંગ કર્યું હતું પોલીસે તેને તાત્કાલિક પકડી લીધો હતો વ્યક્તિએ તેનું નામ કપિલ ગુજ્જર કહ્યું છે જે દલ્લુપુરા ગામનો રહેવાસી છે

Recommended