આગની ભયાનકતા સામે તંત્ર લાચાર, 11મો માળ બળીને સંપૂર્ણ ખાખ

  • 4 years ago
સુરતઃશહેરના પુણા-સારોલી રોડ પર આવેલા રઘુવીર સિલિયમ માર્કેટના 11મા માળનો વીડિયો સામે આવ્યો છે વીડિયોમાં જોઇ શકાય છે કે, ભીષણ આગને બૂઝાવવા માટે ફાયરના જવાનો પ્રયત્નો કરી રહ્યાં છે ફાયરોના જવાનો આગ પર પાણીનો મારો ચલાવી આગ બૂઝાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે વીડિયો જોઇને આગની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે ત્યારે ફાયરબ્રિગેડના જવાનો જીવના જોખમે આગને બૂઝાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે ઉલ્લેખનીય છે કે, 15 કલાકની ભારે જહેમત બાદ પણ આગ કાબૂમાં આવી નથી અને આગની ઝપેટમાં આવેલા 14 માળ બળીને ખાખ થઈ ગયા છે

Recommended