ઉત્તરાયણના શોખીને 6 દિવસમાં 24 ફૂટનો મહાકાય પતંગ બનાવ્યો, ચગાવવા માટે 4 લોકોની જરૂર પડે

  • 4 years ago
સુરતઃઉત્તરાયણના દિવસે સુરત શહેરની તમામ ઇમારતો પર બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધીની ઉંમરના લોકો પતંગ ચગાવતા નજરે પડે છે તે પણ સામાન્ય સાઇઝનો હોય છે, પરંતુ આ વખતે સુરતમાં પતંગના શોખીને સૌથી મોટો અને મહાકાય 24 ફૂટ લાંબોનો બનાવ્યો છેસુરતમાં છેલ્લા 10 વર્ષથી અજય રાણા મોટા પતંગ બનાવવા માટે જાણીતા બન્યા છે તેઓ 4 ફૂટથી લઈને 10 ફૂટ સુધીના મોટા પતંગ બનાવતા આવ્યા છે ગયા વર્ષે તેમણે 18 ફૂટ લાંબોનો પતંગ બનાવ્યો હતો પરંતુ આ વર્ષે તેમણે પતંગ રસિકની ડિમાન્ડને લઈને 24 ફૂટ લાંબોનો મોટો પતંગ તૈયાર કર્યો છે આ પતંગ બનાવવા માટે તેમણે 4 લોકોની મદદ લીધી છે અને આ પતંગ બનાવતા તેમને 6 દિવસ લાગ્યા છે વિશેષ દોરીની મદદથી આ પતંગ ઉડાવવામાં આવશે અને તેને ઉડાવવા માટે 4 વ્યક્તિઓની જરૂર પડશે અજય રાણા પાસે આવા બીજા પતંગ પણ છે જેની કિંમત 500 રૂપિયાથી લઈને 2 હજાર સુધીની થવા જાય છે સુરતના આકાશમાં આ વખતે ચગનારો આ મોટો પતંગ બીજા બધા નાના પતંગોના પેચ કાપી દેશે

Recommended