ઈસરોએ 5 દેશોના 10 સેટેલાઈટ લોન્ચ કર્યા, ભારતનું રિસેટ- 2BR1 અંધારામાં પણ સ્પષ્ટ તસવીરો લેશે

  • 5 years ago
ભારતીય સંસ્થા ઈસરોએ આજે ભારતીય ઉપગ્રહ રીસેટ- 2BR1 અને ચાર અન્ય દેશના 9 સેટેલાઈટ લોન્ચ કર્યા છે આ લોન્ચિંગ પીએસએલવી-સી48 રોકેટ દ્વારા આંધ્રપ્રદેશમાં આવેલા શ્રીહરીકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી કરવામાં આવ્યું છે રિસેટ- 2BR1 રડાર ઈમેજિંગ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છે તે અંધારા અને વાદળોમાં પણ સ્પષ્ટ તસવીર લઈ શકે છે

35 સેમી દૂર આવેલા બે ઓબ્જેક્ટને ઓળખી શકશે
રિસેટ- 2BR1 પાંચ વર્ષ સુધી કામ કરશે આ સેટેલાઈટની મદદથી રડાર ઈમેજિંગ ઘણી સારી થઈ જશે તેમાં 035 મીટર રિઝોલ્યુશનનો કેમેરો છે એટલે કે તે 35 સેન્ટીમીટર દૂર આવેલા બે જુદા-જુદા ઓબ્જેક્ટની સ્પષ્ટ રીતે ઓળખ કરી શકશે તે એલઓસી વિસ્તારોમાં આતંકી ગતિવિધિઓ અને ધૂસણખોરી ઉપર પણ નજર રાખશે તેનાથી ત્રણ સેનાઓ અને સુરક્ષાબળને મદદ મળશે તેનું વજન 628 કિલોગ્રામ છે તે લોન્ચિંગની 17મી મિનટમાં જ જમીનથી 578 કિલમી દૂર પૃથ્વી પર કક્ષામાં સ્થાપિત થઈ જશે

Category

🥇
Sports

Recommended