કૉંગ્રેસ નેતાએ રેલીમાં પ્રિયંકા ગાંધીને બદલે પ્રિયંકા ચોપરાનો નારો લગાવ્યો
સોનિયા ગાંધી ઝિંદાબાદ કોંગ્રેસ પાર્ટી ઝિંદાબાદરાહુલ ગાંધી ઝિંદાબાદપ્રિયંકા ચોપડા ઝિંદાબાદ આવા નારા રવિવારે દિલ્હીમાં આયોજિત કોંગ્રેસની જનસભામાં પાર્ટીના નેતા સુરેન્દ્ર કુમારે લગાવડાવ્યા હતા સોનિયાથી રાહુલ સુધીના ઝિંદાબાદના નારા તો યોગ્ય હતા, પરંતુ જ્યારે બોલીવુડ એકટ્રેસ પ્રિયંકા ચોપડા ઝિંદાબાદના નારા લાગ્યા તો મંચ પરના નેતાઓની સાથે-સાથે જનસભામાં ઉપસ્થિત લોકો પણ અચરજમાં મૂકાયા હતા આ સમયે કોંગ્રેસને શરમાવવાનો વારો આવ્યો હતો આ ઘટનાનો વીડિયો ન્યુઝ એજન્સી ANIએ ટ્વિટ કર્યો જે ઝડપથી વાયરલ થયો બાદમાં લોકોએ સોશિયલ મીડિયા પર કોંગ્રેસને ટ્રોલ કરવાનું શરૂ કર્યું