ઉત્તર ગ્લેશિયર પાસે 18 હજાર ફૂટની ઊંચાઈએ હિમસ્ખલન, ચાર જવાન શહીદ, બે પોર્ટરનાં મોત

  • 5 years ago
સિયાચીનમાં ઉત્તર ગ્લેશિયર પાસે સોમવારે થયેલા હિમસ્ખલનમાં આર્મીના 4 જવાન શહીદ થયા છે અને 2 પોર્ટરનાં મોત થયા છે આર્મીના સૂત્રોના જણાવ્યા મુજબ બપોરે 330 વાગે 18 હજાર ફૂટની ઊંચાઈએ હિમસ્ખલન થતાં આર્મીની કેટલીક ચોકી તબાહ થઈ ગઈ હતી જવાનોના બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે હિમસ્ખલન થયું ત્યારે 8 જવાનોની એક ટુકડી ચોકી માટે નીકળી હતી પેટ્રોલિંગમાં ગયેલા જવાનો ચોકી પર બીમાર પડેલા એક જવાનને લેવા માટે ગયા હતા ત્યારે જ હિમસ્ખલન થતાં તમામ જવાનો બરફમાં દબાઈ ગયા હતા આ કરૂણાંતિકા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ શોક વ્યક્ત કરીને શહીદોના સાહસ અને રાષ્ટ્રસેવાનીભાવનાને સલામ કરી હતી

Recommended