Speed News: ગુજરાતમાં મહા વાવાઝોડાંની અસર કેવી રહેશે?

  • 5 years ago
7 નવેમ્બરે ‘મહા’ વાવાઝોડું દીવ અને પોરબંદર વચ્ચે ત્રાટકશે જો કે, વાવાઝોડું ગુજરાત આવતા નબળું પડશે અને 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાશે છતાં સતર્કતાના ભાગરૂપે NDRFની 32 ટીમ અને 10 હેલિકોપ્ટર દરિયાકાંઠે તૈનાત કરવામાં આવ્યા છે સંભવિત અસરગ્રસ્ત જિલ્લાના સમગ્ર તંત્રને ખડેપગે રહેવા આદેશ કરાયા છેમહા વાવાઝોડાંને પગલે છ અને સાત નવેમ્બરે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગ આગાહી કરી છે કે, અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, સુરત, ભરૂચ, વલસાડ, અમરેલી, પોરબંદર, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે જો કે 8 નવેમ્બરથી હવામાન સામાન્ય થઈ જશે તેવી પણ આગાહી કરવામાં આવી છે

Category

🥇
Sports

Recommended