વડોદરામાં રન ફોર યુનિટીમાં પોલીસ, વિદ્યાર્થીઓ અને નાગરિકો દોડ્યા, ઠેર-ઠેર કાર્યક્રમો યોજાયા

  • 5 years ago
વડોદરાઃ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી હાજર રહ્યા હતા અને વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ, નાગરિકો અને દિવ્યાંગો પણ રન ફોર યુનિટીમાં જોડાયા હતા સેન્ટ બેસિલ સ્કૂલના પ્રિન્સિપાલ, ટીચર્સ અને વિદ્યાર્થીઓએ પણ દોડ લગાવી હતી