માણસાની ‘સંસ્કારતીર્થ’ : માર્ક્સ નહીં, નબળી આર્થિક સ્થિતિના આધારે પ્રવેશ આપતી કન્યાશાળા

  • 5 years ago
અમદાવાદઃ અમદાવાદની 55 કિમી દૂર માણસાના આજોલ ખાતે આવેલી ‘સંસ્કાર તીર્થ’ શાળા કન્યા કેળવણીનું અનોખું કાર્ય કરી રહી છે શાળામાં પ્રવેશ માટે કોઇ મેરિટ લિસ્ટ બહાર પડતું નથી અને વિદ્યાર્થિનીઓની માર્કશીટ જોવાતી નથી અહીંયા વિદ્યાર્થિનીઓને માર્ક્સના આધારે નહિ માત્ર આર્થિક જરૂરિયાતના આધારે એડમિશન આપવામાં આવે છે એટલે કે વિદ્યાર્થિનીના પરિવારનો વ્યવસાય અને વાર્ષિક આવકના આધારે એડમિશન મળે છે જરૂરિયાતમંદ વિદ્યાર્થિનીને પ્રાથમિકતા આપીને પ્રવેશ આપવામાં આવે છે છતાં દર વર્ષે ધો-10 અને ધો-12નું પરિણામ અનુક્રમે 75 ટકા અને 85 ટકા જેટલું આવે છે અત્યારે ‘સંસ્કાર તીર્થ’શાળામાં 350 જેટલી વિદ્યાર્થિનીઓ ધોરણ 5 થી 12માં અભ્યાસ કરી રહી છે આ શાળામાં બાલમંદિર, ઔષધાલય, ફાર્મસી અને નર્સિંગના કોર્સ પણ કાર્યરત છે વર્ષ 1964માં શરૂ થયેલી આ સંસ્થા મહાત્મા ગાંધી, મહર્ષિ અરવિંદ અને કવિવર રવીન્દ્ર ટાગોર તત્વધારા સમન્વય પર ચાલે છે મહત્વની વાત એ છે કે નાતજાતના ભેદ વગર કાર્યરત આ સંસ્થાની દરેક વિદ્યાર્થિનીઓ એકસાથે છાત્રાલયમાં રહે છે અને ભણે પણ છે

Recommended