લેડી ઈસ્પેક્ટર નિ:સહાય વૃદ્ધાની વહારે આવી, કપડાં અને ચંપલ પહેરાવ્યાં

  • 5 years ago
સામાન્ય રીતે તો જ્યારે પોલીસ કે ખાખી વર્ધીનો ઉલ્લેખ થાય ત્યારે લોકો તેમને કઠણ કાળજાના જ હશે તેવી ધારણાઓ બાંધી લે છે જો કે મધ્યપ્રદેશન દમોહ પાસે આવેલા મગરોન પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવનારાં લેડી ઈસ્પેક્ટરની વાત જ અનોખી છે શ્રદ્ધા શુક્લા નામના આ લેડીપોલીસ ઈસ્પેક્ટરે જ્યારે અર્ધનગ્ન હાલતમાં ફરતાં એક વૃદ્ધાને જોયાં ત્યારે તેમનું કાળજું કંપી ઉઠ્યું હતું તેમણે તરત જ તે મહિલાના શરીરે કપડાંઢાંકીને પગમાં ચંપલ પણ પહેરાવ્યાં હતાં તેમની આવી દરિયાદિલ જોઈને તે વૃદ્ધા પણ રડતાં રડતાં ભેટી પડ્યાં હતાં આ ભાવુક વેળાનો વીડિયોવાઈરલ થતાં જ અનેક યૂઝર્સે લેડી પોલીસની આવી કામગીરીની પણ સરાહના કરી હતી શ્રદ્ધા શુક્લાની આવી મદદ જોઈને મધ્ય પ્રદેશના પૂર્વસીએમ શિવરાજસિંહ ચૌહાણે પણ તેમના વખાણ કર્યા હતા

Category

🥇
Sports

Recommended