વસ્તી ગણતરીનો ઈતિહાસ આશરે 6000 વર્ષ જૂનો, ભારતમાં ડિજિટલ પદ્ધતિ અપનાવાશે

  • 5 years ago
માનવજાતની વસ્તી ગણતરીનો ઈતિહાસ આશરે 6000 વર્ષ જૂનો છે 3800 BCમાં બેબિલોનમાં તે સમયના રાજાએ વસ્તી ગણતરી કરાવી હોવાના પુરાવાઓ મળ્યાં છેભારતમાં વસ્તી ગણતરીની શરૂઆત ઈસ1872માં થઈ ત્યારબાદ દર 10 વર્ષે ભારતમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા કરવામાં આવે છેઉલ્લેખનીય છે કે, અત્યારસુધી વસ્તી ગણતરી ફોર્મ ભરીને એટલેકે કાગળ પર કરવામાં આવે છે પરંતુ, સોમવારે ભારતના ગૃહમંત્રી અમિત શાહે એક વિચાર રજૂ કરીને સૌને ચોંકાવી દીધા છે શાહે કહ્યું છે કે, દેશમાં પહેલી વખત 2021ની વસતી ગણતરી ડિજીટલ સ્વરૂપે કરાઈ શકે, તેના માટે કેન્દ્ર સરકારે એક ખાસ એન્ડ્રોઈડ મોબાઇલ એપ વિકસિત કરવાનો પણ દાવો કર્યો છે અમિત શાહે એમ પણ જણાવ્યું કે ડિજિટલ પ્રક્રિયાથી જનસંખ્યાના આંકડાઓ ભેગા કરવાથી, કાગળોથી થતી કામગીરીથી ઓછો સમય લાગશેવળી, આ વિચારથી કાગળોનો વપરાશ ઘટશે, જેના માટે જંગલોની કાપણી પણ ઓછી થશે

Recommended