પાકિસ્તાની પાર્લામેન્ટમાં સાંસદો એકબીજા પર તૂટી પડ્યાં, સોશિયલ મીડિયા પર તમાશો બન્યાં

  • 5 years ago
એક તરફ પાકિસ્તાન જ્યાં કાશ્મીર મુદ્દે સમગ્ર વિશ્વમાં હોબાળો મચાવી રહ્યું છે ત્યારે બીજી બાજુ તેની જ સંસદમાં સાંસદો છીછરા વર્તનથી ચર્ચામાં છે, પાકિસ્તાની સંસદમાં સંયુક્ત અધિવેશન દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષના સાંસદો એકબીજા સામસામે આવી ગયા, તેમના વચ્ચે ધક્કામુક્કીથી લઈને ઢીકા પાટુની મારામારી થઈ, એટલું જ નહીં મહિલા સાંસદોએ પણ એકબીજા સાથે દુર્વ્યવહાર કર્યો અને ઈમરાન ખાન વિરૂદ્ધ વિપક્ષના સાંસદોએ નારા લગાવ્યા, પાકિસ્તાની સંસદની આ શર્મનાક હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે