કારચાલકે હેલમેટ નહોતું પહેર્યું તો ઘરે ઈ-મેમો પહોંચ્યો

  • 5 years ago
દેશભરમાં જ્યાં મોટર વ્હિકલ એક્ટમાં કરાયેલા સુધારા બાદ નાગરિકો તેમને ફટકારાતા ચલણનો આંકડો જોઈને જ ઘેરા આઘાતમાં સરી જાય છે તેવામાં ઉત્તર પ્રદેશના અલીગઢમાં તો એક અજીબોગરીબ ઘટનાક્રમ સામે આવ્યો હતો ઓનલાઈન ઈ-ચલણ સિસ્ટમ અનુસાર એક કારચાલકના ઘરે 500 રૂનો મેમો આવતાં જ તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી મેમોમાં તેનો ગુનો બતાવ્યો હતો કે તેણે કાર ચલાવતાં સમયે હેલમેટ નહોતું પહેર્યું ટ્રાફિક પોલીસની આવી કામગીરી બાદ પિયૂષ કુમાર નામના આ પીડિત હેલમેટ પહેરીને કાર હંકારીને સીધા જ ટ્રાફિક એસપી પાસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ટ્રાફિક એસપી અજીઝૂલ હકની સામે પોતાનો વિરોધ નોંધાવીને તેમણે ટ્રાફિકના આવા ઘોર બેજવાબદાર તંત્ર સામે પણ રોષ વ્યક્ત કર્યો તેમની આ રજૂઆતના અંતે એસપીએ તપાસ બાદ આ ચલણ કેન્સલ કરવાની ખાતરી આપી હતી પિયૂષ કુમારને મળેલો આ ઈ-મેમો પણ અલીગઢમાં ટોક ઓફ ઘ ટાઉન બન્યો હતો

Category

🥇
Sports

Recommended