રેસ્ટૉરાં માલિકે 10 દિવસમાં 20 શેફની મદદથી ચોકલેટના ગણપતિ બનાવ્યા

  • 5 years ago
લુધિયાણા:ગણેશ ચર્તુર્થી નિમિત્તે આ વર્ષે દેશભરમાં મોટભાગના લોકોએ ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાનો અને ખરીદવાનો આગ્રહ રાખ્યો છે લુધિયાણામાં રેસ્ટોરન્ટના માલિક છેલ્લાં 4 વર્ષથી ચોકલેટમાંથી ગણપતિ બનાવે છે આ વર્ષે હરજીન્દર સિંહ કુકરેજાએ 10 દિવસમાં 20 શેફની મદદથી ચોકલેટ ગણપતિ બનાવ્યા છે

આ ગણેશ મૂર્તિ માટે 100 કિલોથી પણ વધારે બેલ્જીયન ચોકલેટ વપરાઈ હતી હરજીન્દરે તેમના ટ્વિટર અકાઉન્ટ પર ટ્વીટ કર્યું છે કે, આ અમારું ચોથું વર્ષ છે 20 શેફ, 10 દિવસ અને 100 કિલોથી વધારે બેલ્જીયન ચોકલેટની મદદથી અમે ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવી છે સોશિયલ મીડિયા પર લોકો ગણપતિની આ મૂર્તિના વખણ કરી રહ્યા છે એક યુઝરે લખ્યું કે, ગણેશ ચતુર્થી સેલિબ્રેટ કરવો આ પરફેક્ટ આઈડિયા છે

Recommended