યુવતીનો ઇલેકટ્રીક થાંભલા ઉપર ઓઢણીથી ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો, હત્યાની શંકા

  • 5 years ago
વડોદરાઃ શહેરના માંજલપુર વિસ્તારમાં કોચર કોલ સેન્ટરની પાછળ આવેલી બ્રિજ વાટીકા સોસાયટી સામે આવેલ વીજ થાંભલા ઉપર ઓઢણીથી ફાંસો ખાધેલી હાલતમાં બ્લેક જીન્સ પેન્ટ અને બ્લ્યુ કલરની ટી-શર્ટ પહેરેલી યુવતીની લાશ મળી આવી હતી વીજ થાંભલાની સામે રહેતા એક મકાન માલિકે સવારે 7 કલાકે વીજ થાંભલા ઉપર યુવતીની લટકેલી લાશ જોતા માંજલપુર પોલીસને જાણ કરી હતી બનાવની જાણ થતાં તુરત જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને લાશનો કબજો લઇ કાર્યવાહી કરી હતી અને લાશને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી

Recommended